98 - હસ્તરેખાશાસ્ત્ર / રમણીક સોમેશ્વર


હસ્તરેખાશાસ્ત્ર
સમજવા
મથામણ કરતો હતો
ત્યાં
પાસે ઊભેલા
વૃક્ષે
ડાળી લંબાવી
એનું પાન
મારી સામે
ધરી દીધું !0 comments


Leave comment