22 - યાદ તો લીલી હજી સૂકાં ખરેલાં પાનની / પંકજ વખારિયા


યાદ તો લીલી હજી સૂકાં ખરેલાં પાનની
ને દિશા પકડી છે આ વૃક્ષે, જુઓ, વેરાનની !

રંગ એનો એટલો કરમાઈને કાળો થયો
ફૂલથી આજે હવે શોભા ઘટે ફૂલદાનની

વહાણ, દરિયો, દૂરનો કાંઠો અને ઢળતો સૂરજ...
લાવો એમાં બસ, હવે થોડી અસર તોફાનની

ક્યાંક બોલાયું નહીં એ નામ આખી વાતમાં
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની

શોભા ‘પંકજ’ની તો બંનેના સમન્વયમાં જ છે
વૈભવોની લાલિમા ને શુભ્રતા હો જ્ઞાનની
(૧ સપ્ટેમ્બર ૧૯૯૨)0 comments


Leave comment