26 - ભૂખ્યાંને જાણ થાય : છે દરિયાની પાર ચણ / પંકજ વખારિયા


ભૂખ્યાંને જાણ થાય : છે દરિયાની પાર ચણ,
વીંઝાવા માંડે છે પછી કમજોર પાંખ પણ

દોડે છે એમ એના તરફ સાંજ પડતાં પગ
જાણે સવારથી થયું હો મારું અપહરણ

ફૂંકાતા દર્દ, વાગી ઊઠે રાગ-રાગિણી
બાકી તો સૂર-તાલ વિશે વાંસળી અભણ

એંધાણ કપરાં છે છતાં, ચાલો ચરણ, સતત
લીલેરા પથને છેડે દીસે રેતનું કિરણ

થંભેલી ત્યાં જ વારતા આગળ વધે કદાચ –
એ દ્વાર ત્યાગી, ચાલ ! રઝળપાટને શરણ

(૨૯ માર્ચ ૧૯૯૪)


0 comments


Leave comment