32 - જૂઠાણું કે સાચું કે છે એક ઉખાણું ? / પંકજ વખારિયા


જૂઠાણું કે સાચું કે છે એક ઉખાણું ?
સમજવા માથું છું હું ઘટનાનું છાપું

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

મળે છે કરમથી વધારે તો બોનસ
ચઢેલાને ચંપી, પડેલાને પાટું

હશે સત્યનું જ એ કોઈ બીજું પાસું
શ્વસે ક્યાંથી સાચું નહીંતર જૂઠાણું

વિખેરાશે સપનાનું ટોળું ઝનૂની
પછી ઔપચારિક થશે પંચનામું
(૨૩ સપ્ટેમ્બર ૨૦૦૩)0 comments


Leave comment