33 - રોશન કરી જા, યા તો પછી ભડભડાવી જા / પંકજ વખારિયા


રોશન કરી જા, યા તો પછી ભડભડાવી જા
માચીસનો ધર્મ કોઈ પણ રીતે બજાવી જા

સરહદની પેલે પાર પણ ઊગ્યાં છે આંસુઓ જ,
આ જળની વચ્ચે વાડ છે જૂઠી, મિટાવી જા

મૃત્યુ પછી શરીર તો કેવળ શરીર છે
મિત્રોની સાથે શત્રુના પણ શબ્દ ઉઠાવી જા

છે રેત ચોતરફ અને રહેવાની એ સદા
નાનકડું તારા પ્રેમનું ઝરણું વહાવી જા

અંતે બધી લડાઈનાં પાયામાં પેટ છે,
આ ધર્મ-દેશ-કોમના ઓઠાં હટાવી જા
(૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨)0 comments


Leave comment