38 - વગાડે રાગ વ્યથાનો કોઈ, ને સાંજ મળે ! / પંકજ વખારિયા
વગાડે રાગ વ્યથાનો કોઈ, ને સાંજ મળે !
જરાક વહેતો કિનારો કોઈ, ને સાંજ મળે !
ઘણો ઉજાસ ગવાયા વિના જ મૌન થયો
છલકતો શબ્દ લખાયો કોઈ, ને સાંજ મળે !
ઝરૂખા, બારી ને ફળિયાનાં બંધનોથી દૂર
સૂરજને પામે છે આંખો કોઈ, ને સાંજ મળે !
જગતનાં આંસુ તથાગતના વસ્ત્રમાંથી લઈ
ચીતરતો જાય ચિતારો કોઈ, ને સાંજ મળે !
અને હવે બધાં બંધનને તોડી ચાલ્યા તો
હસે છે આભમાં તારો કોઈ, ને સાંજ મળે !
(૧૧ ડિસેમ્બર ૧૯૯૪)
0 comments
Leave comment