47 - જે સમજવા ચાહે તે સમજી શકે / પંકજ વખારિયા


જે સમજવા ચાહે તે સમજી શકે
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

તાગ સૌ પામી શકે પણ, શર્ત છે –
જાત જે સાગરમાં ઓગાળી શકે

કાશ કે, ચાલ્યા જનારાની સ્મૃતિ
કોઈ એની સાથે દફનાવી શકે

આપણા પ્રશ્નો છે કેવલ આપણા
કોણ બીજું સુલઝાવી શકે ?

આપવાનો સૌ કરે છે ચાળો, પણ –
છે ખરું કંઈ પાસે કે આપી શકે ?

લે તટસ્થોને બરાબર ઓળખી
કોક જો જાણે તરણ, તારી શકે

જે હકીકત જાણે છે આ ખેલની –
કાશ, દિલ એ ખુદનું બહેલાવી શકે

(૧૮ ફેબ્રુઆરી ૨૦૦૨)0 comments


Leave comment