58 - રેશમી ઓછાડથી ઢાંકેલી ધુરી પણ બતાવ / પંકજ વખારિયા


રેશમી ઓછાડથી ઢાંકેલી ધુરી પણ બતાવ !
હા, હકૂમત જોઈ ! તારી જીહજૂરી પણ બતાવ !

આમ તો સહેજે કસર આ મહેલમાં દેખાય નહિ
હા, જરા ચૂકવાયેલી ચોખ્ખી મજૂરી પણ બતાવ !

ટોચ પર પહોંચ્યાંની તુજ સાફલ્યગાથા સાંભળી
છાતીમાં ધરબાયેલી કથાની અધૂરી પણ બતાવ !

છેડો લે, આવી ગયો તારાં સકળ સામર્થ્યનો
બસ, પુકારી જો, પ્રતીક્ષા કર ને ઝૂરી પણ બતાવ !

દોસ્ત, બે બાજુ વગર સિક્કાનું હોય હોય નહિ
દાવો શ્રદ્ધાનો કરે છે તો સબૂરી પણ બતાવ !

(૧૬ મે ૨૦૦૭)



0 comments


Leave comment