59 - એક અલગ બસ, રંગ છે જીવનનો, રંજિશ તો નથી / પંકજ વખારિયા


એક અલગ બસ, રંગ છે જીવનનો, રંજિશ તો નથી
કોઈનો સહવાસ બેઅંજામ બારિશ તો નથી

આગ માટે કાષ્ઠ સમ ‘હોવું’ ય કારણભૂત છે
એકલી બસ કંઈ અમુક ઘટનાની માચીસ તો નથી

વાઘ જેવી પળ અચાનક ત્રાટકી છે જીવ પર
તારા પોતાના જ જંગલની આ સાજિશ તો નથી ?

થાય તારીફ ફૂલની જો મહેંક મૂરઝાયા પછી –
અંજલિ છે ભીની યા સૂકી, નવાજિશ તો નથી

જોઈએ, એને મળે છે કે નથી મળતી ગઝલ
આંગળીઓ પાસે આંસુની સિફારિશ તો નથી

(૫ ફેબ્રુઆરી ૨૦૦૭)0 comments


Leave comment