65 - જે જતનથી ખુદ ઉછેરો, તે વિચાર / પંકજ વખારિયા


જે જતનથી ખુદ ઉછેરો, તે વિચાર
ઊગી નીકળે ઘાસ જેમ એ તો વિકાર

કામવનમાં ગંધ લીલી ગૂંજતી
સ્પર્શ ચાખી આંખથી ઊઠે પુકાર

ભડકે દવ એવા ઝરે તણખા કદાચ
જામ્યો છે સૂકાં તણખલે વીજભાર

આંખને ઓછું પડે છે આભ, પણ –
સ્હેજ નાજુક પાંખનો તો કર વિચાર !

નૃત્ય નરનું હો ગમે એવું સરસ
રાખે છે સાર્થક્ય માદા પર મદાર

સર્પનું હોવું થતું અજગર સમું
- ને કીડીના દરમાં સંતાતો શિકાર

એક મૃગનું થઈ ગયું મરણ પછી
બેધડક સૌ પાછાં ચરવા માંડે ચાર

(૫ ફેબ્રુઆરી ૨૦૦૯)0 comments


Leave comment