72 - નહિ નદી, નહિ વર્ષા બસ, ઝાકળ છીએ / પંકજ વખારિયા


નહિ નદી, નહિ વર્ષા બસ, ઝાકળ છીએ
રણની લીલાશોનું જીવનજળ છીએ

કોની, શા કારણથી, તે ક્યાં જાણીએ !
બસ, નિરંતર ચાલતી ચળવળ છીએ

ઊર્જા સિંચાતી અને બળતી સતત
જાણે શું નિર્બળ કે કોનું બળ છીએ

વારતા લાગે અનાદિ ને અનંત
ફળના બીજમાં વૃક્ષ, વૃક્ષે ફળ છીએ

એક છેડે ઊપજેલું અન્ન ને –
બીજે છે માટી ભેગો મળ છીએ

આપણું હોવું નથી ચોક્કસ થતું
માત્ર હોવાની અગમ અટકળ છીએ

ક્યાંક કલકલતું, કશે ગંભીર, પણ –
આપણે એક જ નદીનું જળ છીએ
(૨૬ ફ્રેબ્રુઆરી ૨૦૦૯)0 comments


Leave comment