73 - છીએ પરસ્પર સૌ નિર્ભર / પંકજ વખારિયા


છીએ પરસ્પર સૌ નિર્ભર
આપ, અમે ને સચરાચર

ઊઠે શ્વાસોને સંયોગ
છંદોના પર્ણે મર્મર

શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર

ઝૂક, બરાબર ઝૂક અને
સાંભળ કીડીનાં ઝાંઝર

મારો ‘હું’ પડતું મેલે
‘તું’ વિસ્તર ને થા બિસ્તર

(૧૧ ફેબ્રુઆરી ૨૦૦૫)0 comments


Leave comment