77 - એક તો બસ એક છે / પંકજ વખારિયા
એક તો બસ એક છે
જે ચહે અનેક છે
પર છે પ્રેમથીય એક
પ્રેમ એકમેક છે
મન હિ શૈન્ય, શત્રુ ને –
મુલ્ક ને મલેક છે
ટેક રાખું ના કશી
એય એક ટેક છે
ઘર કર્યું છે ત્યારથી
દર-બ-દર દરેક છે
કંઈ જ કોઈનું નથી
સબ કા માલિક એક છે
હું નથી, છે તું જ તું
આ હજી વિવેક છે
એ નથી તો કંઈ નથી
છે તો પૂર્ણ છેક છે
છે અગર સુગંધ તો
પુષ્પ પણ કશેક છે
(૧૮ જુલાઈ, ૨૦૧૦)
0 comments
Leave comment