22 - રે’જે મારી ભેર / હરિશ્ચન્દ્ર જોશી


સાંયા, તું તો રે’જે મારી ભેર,
       સાંકડ્યુંથી તારવીને લઈ જાણે ઘેર...

તારા લગી જવું મારે વ્હેંત છેટું રે’વું તારે
       દોડી દોડી પહોંચી નૈ, ઊભી એક જ ઠેર...

વચનને વળગી છું
ભીનું ભીનું સળગી છું
      વૈજ્યન્તી જેવી મેં તો પ્રોઈ આંસુ સેર...

આંગળી મુકાણી જ્યાંથી
મુજથી ખોવાણી ત્યાંથી
       નદી તલખે રે શાયર, થાવા તારી લ્હેર...


0 comments


Leave comment