29 - નહીં તંબૂ, નહીં ડેરા / હરિશ્ચન્દ્ર જોશી


અવધૂ નહીં તંબૂ, નહીં ડેરા
ચાક ઉપર હોંશે નિપજાવ્યા
       જનમ જનમના ફેરા...

નહીં અંતનો તંત જરા યે
       નહીં મુક્તાફળ આશા,
નહીં સાયબી સરગાંની કે
       નહીં કો’ જમના પાશા;

મુઠ્ઠી શ્વાસ મળે તો ઊજવે
       પળ પળ પર્વ અનેરાં...

ચરણ સ્હેજ ઊંચકાય
       દોડતા મારગ આવે નીચે,
સ્મરણ ભીનાં છલકાય તરત
      જ્યાં પાંપણ અમથી મીંચે;

નિત્ય પ્રવાસી, પ્રેમનગરમાં
       કરશે રેનબસેરા...


0 comments


Leave comment