31 - આચાર્ય ગોપીનાથ કવિરાજ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      આચાર્ય ગોપીનાથ કવિરાજે ‘યોગ’ શબ્દ વિશે સમજાવતાં જણાવ્યું છે કે ‘પ્રાચીન સાહિત્યમે ‘યોગ’ શબ્દ નાના પ્રકાર કે વ્યાપક અર્થોમે વ્યવહરત હુઆ હૈ, ફિરભી મૂલત કુછ અંશોમેં સામંજસ્ય પાયા જાતા હૈ, જીવાત્મા ઔર પરમાત્મા કે સંયોગકો યોગ કહા જાય અથવા પ્રાણ ઔર અપાન કે સંયોગ, ચંદ્ર ઔર સૂર્ય કે મિલન, શિવ ઔર શક્તિ કે સામરસ્ય, ચિત્તવૃત્તિ કે નિરોધ અથવા અન્ય કિસીભી પ્રકારસે યોગકા લક્ષણ નિશ્ચિત કિયા જાય. મૂલમે વિશેષ પાર્થક્ય નહિ હૈ.’ [પંડિત ગોપીનાથ કવિરાજ : યોગાંક ‘યોગ ક વિષય પરિચય’, પૃ.૫૧]

      અહીં આપણને ‘યોગ’ શબ્દના ભિન્ન ભિન્ન વ્યાપાક અર્થો વચ્ચે પણ જે એક મૂળતત્વ સમાયું છે, તેનો નિર્દેશ થયેલો જણાય છે.

      ‘ભગવદ્ગોમંડલ’ બૃહદ શબ્દકોશમાં ‘યોગ’ શબ્દના પર અર્થો આપીને સત્તરમાં અર્થમાં – જોડાણ, મિલન, સંબંધ, સંયોગ, મેળ, સંગમ, મેળાપ, બેનું જોડાવું તે: એકઠાં થવું તે, વગેરે અર્થ આપે છે. સત્યાવીસમો અર્થ – ધ્યાન : બ્રહ્મ સાથે જોડાઈ જવું તે. ઈશ્વરમાં એકાગ્ર ચિત્ત રાખવું – એમ દર્શાવે છે. [ મહારાજા ભગવતસિંહજી. ‘ભગવદ્ગોમંડલ’ બૃહદ શબ્દકોશ. ભાગ-૮, પૃ.૭૪૬૭]


0 comments


Leave comment