35 - યોગ-સાધનામાંયે વિવિધતા / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      સંતોની વાણીમાં આલેખાયેલી યોગની સાધનાને આપણે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી જોઈએ છીએ, કાયિક સાધના, માનસિક સાધના અને સહજસાધના. કાયિક સાધનામાં હઠયોગની ગણના થાય છે, આ પ્રકારની સાધનાનો સંબંધ વધુમાં વધુ શરીર સાથે હોય છે, જ્યારે ધ્યાન યોગ અને લય યોગ જેવી માનસિક સાધનાઓ માનવીના ચિત્ત-મન સાથે સંકળાયેલી છે. કંઈક બુદ્ધિનું તત્વ એની સાથે જોડાયું છે. એટલે વિચાર-દર્શનને એમાં થોડો અવકાશ છે, પરંતુ સહજ સાધના જે આપણા કબીર જેવા સંતોએ અપનાવી અને એ પરંપરા છેક દાસી જીવણ સુધી અવિચ્છિનપણે ચાલી આવી છે – તે હૃદય સાથે જોડાયેલી છે.


0 comments


Leave comment