17 - મેટામોર્ફોસિસ ગઝલ / નયન દેસાઈ


ધૂમ્રમય આકાશ આંધી ખિન્ન તડકામાં વીંટ્યું રણ...
સ્વપ્ન સાચું કે સૂરજ સાચો બપોરે બોલ કૈં પણ...

સ્નિગ્ધ આંખો ઘા કરે લોચા વળે, ટહુકો ગમે છે....
છે નગર પ્રાચીન અશ્મિભૂતના ઘરમાં નથી ક્ષણ...

પાંદડા હાલે છબિ સંકેત નળ રાજા હતો ? હા....
લાલ લોહીની લિપિમાં તેં લખેલા કેટલા વ્રણ ?

કેટલી સુરંગ ન્હોરો કીર્તિલેખો ફૂંક અગ્નિ,
નેજવામાં પગરવો ભણકાર બારી અશ્વ હણણણ...

કેદ પથ્થરમાં પૂરેલી હોડીઓ, ગુફા રૂવાંટી...
દૂર દરિયામાં કીડી મૂળાક્ષરો એકાંત ગળપણ....

ક કહે છે ખર ખરે છે મર મરે છે નખ વધે છે...
શ્વાસ હાંફે, નસ ભૂરી છે ઓટલે પેશાબ એક જણ....

ખોતરો અસ્તિત્વ છાયા ભાત ભીંતો ને હથેળી....0 comments


Leave comment