21 - લાદી છે – ગઝલ / નયન દેસાઈ


હરેક પીઠ પર કાળા બરફની લાદી છે,
હરેક શાહુકાર, ચોર ને લવાદી છે

તમામ ભીંત પર પંજાનાં પ્રેત રઝળે છે,
હરેક બંગડી ફૂટી જવાની આદી છે

કરે છે લોહીનો વેપાર શ્વાસને માટે
હરેક પાંસળી નકટી, હરામજાદી છે.

નપુસંકોએ ભગાડી મૂક્યો છે સૂરજને,
હરેક રાત નિગળતા જખમની યાદી છે.

મરેલા ભૂંડને ટાંગી દો વાંસ પર કોઈ,
હરેક આદમીની વાત સાવ સાદી છે.

અનંત વાવમાં પડઘાનું ગીધ ચકરાતું,
હરેક શબ્દની આ વેદના અનાદિ છે.0 comments


Leave comment