26 - આજે પડવો થાય કે બીજ ? – ગીત / નયન દેસાઈ


ચુન્નીલાલે મંગળદાસને પૂછ્યું : આજે પડવો થાય કે બીજ ?
મને કહ્યું છે ભૂવાએ : મંત્રી આપીશ તાવીજ..... !

બધી માનતા માનીને શું કાઢ્યો કાંદો ?
સાત ખોટનો દીકરો આવ્યો તે પણ માંડો !
વધેરીએ શ્રીફળ તો સારી મળવી જોઈએ ચીજ.....!

સાંજ પડે ને સાહેબ મિસ મલબારી સાથે પાનાં ટીચે,
બચી ગયો નહીં તો હું આવી જાત ડબલડેકરની નીચે,
એક ચીસમાં દદડી ઊઠતે જનમ જનમની ખીજ.... !

છાતી વચ્ચોવચ્ચ પડેલો ગુંગળામણનો પહેરો,
જૂનાગઢ પર બાર વરસનો સિદ્ધરાજનો ઘેરો !

ચલો શ્વાસના યુનિયનમાંથી થૈ જઈએ ખારીજ.... !
ચુન્નીલાલે મંગળદાસને પૂછ્યું : આજે પડવો થાય કે બીજ ?0 comments


Leave comment