27 - પેથાભૈનું ગીત / નયન દેસાઈ


પાડે પાડે કેમ કરીને બૂમો લાલ ?
પેથાભૈને ગળે ભરાયો ડૂમો લાલ !

હોવાનું સ્ક્રીનિંગ આંખની સામે લટકામટકા કરતુ,
જરા આંખ મીંચો કે જાણે છાતી ઉપર હિક્કળ પડતું,
ચાળીસમે વર્ષે સસરીનો આવ્યો ઢાંકો-ઢૂમો લાલ !
પેથાભૈને ગળે ભરાયો ડૂમો લાલ !

કફનીનું ગજવું ને એમાં બીડી, એમાં ખાસી, એમાં ટી.બી.,
પાવાગઢ જેવા ગળફાને રસ્તા વચ્ચે નાંખ્યો ઢીબી,
લાલ લોહીમાં સફેદ કણ તે રાતા કણનો કોણ કરે તરજૂમો લાલ !
પેથાભૈને ગળે ભરાયો ડૂમો લાલ !0 comments


Leave comment