29 - પાતળિયાજી – ગીત / નયન દેસાઈ


ભણકારા કોના લોભે રે પાતળિયાજી,
ઉંબર પર આવી થોભે રે પાતળિયાજી...

ઘર આખું ચલ્લીની ચીં... ચીં... થી છે વિહવળ,
પગરવના સરનામે લખતો પગરવ કાગળ,
છાતીને પાદર ઘૂઘરરિયાળો કોઈ માફો,
એકલતા પડછાયાને બાંધે સાફો.

બોલ્યા બોલ્યા કૈં પિંજરમાંના પોપટ રે,
દર્પણમાં દર્પણ શોભે રે પાતળિયાજી....

કૈં લાવા જેવું વરસે તો લાગે ઠંકડ,
બળબળતાં રણમાં જીવવાનું આવે માફક,
ચચ્ચાર ખૂણે સપડાવી દેવાનાં છટકાં,
અમે પડેલા વેરણછેરણ થૈ કટકા.

બોલ્યા બોલ્યા કૈં પિંજરમાંના પોપટ રે,
એક ચીસ ઊછળશે મોભે રે પાતળિયાજી....0 comments


Leave comment