37 - હાઈમ ગઝલ / નયન દેસાઈ


મુજ હાથોમાં અર્ધ બળેલી મીણબત્તી છે ગોડ જિસસ,
મુજ હાઈમનો એક એક અક્ષર તીન પત્તી છે ગોડ જિસસ.

દુઃખની ઉપમા, સુખની વ્યાખ્યા, નવા કરારો જૂના કરારો,
નસ નસમાં જુઠ્ઠા તડકાની થરથપ્પી છે ગોડ જિસસ.

ગમ-ગાથાની ટેકરીઓ પર હું ઊભો છું મરુ – સલમ લઈ,
નિજની સાથે યુગ યુગોથી કાઈકટ્ટી છે ગોડ જિસસ.

રોજ સવારે ભીંત ઉપર ઘડિયાળમાં કોઈ જુડ્ડાસનું ઊગવું,
આંખની સામે અફવાઓની ફૂટપટ્ટી છે ગોડ જિસસ.

આ જીવવાનું અટકળ જેવું નાગી તડાક્ બારી થઈને,
હું આવું કે કોઈ આવે એ ક્યાં નક્કી છે ગોડ જિસસ ?0 comments


Leave comment