38 - હાર્મની ગઝલ / નયન દેસાઈ


હિંડોળો હેઈ હો ! તૈયાર પાન સોપારી
રઝળતી યાદ હેઈ ! આવી તો સાવ નોધારી

ન ડંખે હેઈ હો.. કવિતા તો હું બચી જાઉં
ઊભો છું સાંઢણી છંદોની હેઈ... ઝોકારી

નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
તને હું યાદ કરું કોય પળ એ અલગારી

નિહાળ્યું (હેઈ હો) લીમડાનું ઝાડ લીલુંછમ
ને હેઈ ! પાંદડાઓ નામ ઊઠ્યાં પોકારી

રડે છે દોઢ-બે વાગ્યે સૂની સડક હેઈ હો... !
દરોગા રાતનો પૂછે છે હેઈ ! ખોંખારી.

અઆજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી.0 comments


Leave comment