71 - હવે / ચિનુ મોદી


ભીંસમાં ભાંગી અને બટકો હવે
ભીંત પર ફોટો બની લટકો હવે

શક્યતા બેઉ તરફ સરખી હતી
પંથ પર ચાલો જ કે અટકો હવે

ઘર ખરું પણ ખંડ ખાલીખમ હતા
કોક રોકે એ પ્રથમ છટકો હવે

શ્વાસને પણ જીરવી શકતો નથી
તો પવનને પાંદડાં પટકો હવે

એક માણસ કેમ પડછાયો થયો ?
એ પગેરું કાઢવા ભટકો હવે


0 comments


Leave comment