35 - આવ ચોમાસું થઈ / હરિશ્ચન્દ્ર જોશી


બંધ હોઠોમાં હજી યે સાચવું ભીની જણસ.
તેં મને ઉપહારમાં આપેલ જે પ્હેલી કણસ.

સાવ સાચોસાચ હું લખતો રહ્યો મારી વ્યથા,
વારતા માનીને તું કહેતી રહી : ‘કેવી સરસ’.

જે ક્ષણે સ્પર્શો મૂકી ચાલી ગઈ અહીંયાંથી તું,
સાચવી છે આજ સુધી આ હથેળીની ફરસ;

હું તણાતો જાઉં માથાડૂબ તારા પૂરમાં,
આવ ચોમાસું થઈ હમણાં જ ને એવી વરસ;


0 comments


Leave comment