42 - શ્રી સવા / હરિશ્ચન્દ્ર જોશી


વહેલી સવારે શ્રી સવા.
સપનું ભળ્યું, મહેકી હવા.

અટકે ચરણ ગંતવ્ય ત્યાં,
ઊઠે કદમ રસ્તા નવા;

વ્યાધિ અને તે ફાગણે !
છે કેસૂડો એક જ દવા;

ઝાકળ ઊંઘે છે ઘાસ પર,
ખાલી જગા ક્યાં બેસવા ?

કલરવનો ‘ક’ પંખી રટે,
એ પણ ભણે છે શું થવા ?


0 comments


Leave comment