47 - મારો બૂરો સમય / હરિશ્ચન્દ્ર જોશી


વેરાય છે ચારે તરફ ટુકડા પ્રકાશના.
કોઈએ કહ્યું કે સૂર્ય તૂટ્યો છે સવારના.

રંગી શકાશે સર્વ તો વાસંતી રંગથી,
ભૂંસી શકાશે કેમ આ ડાઘા દુકાળના ?

શોધે છે ઘાત શહેરમાં બત્રીસલક્ષણો,
ધ્રૂજે છે બારી-બારણાં સૌનાં મકાનમાં;

મુઠ્ઠી ઉજાસ ઝંખતા માણસ મરે અહીં,
એથી જ આગ ચાંપતા ડાઘુ સ્મશાનના;

લવક્યા કરે છે લોહીમાં મારો બૂરો સમય,
વાંસા ઉપર છે સોળ આ એના પ્રહારના.


0 comments


Leave comment