55 - કોઈ અહીં આવ્યું નથી / હરિશ્ચન્દ્ર જોશી
પાથરી ઇચ્છાઓ લંબાવ્યું નથી.
બેસવું વાળીને પગ ફાવ્યું નથી.
કોઈપણ વળગણથી જોજન વેગળો,
નામ અમથું ક્યાંય પણ થાપ્યું નથી;
જિંદગી, પાછો ધરું કોરો સમય,
કાંઈ બીબાંઢાળ મેં છાપ્યું નથી;
પાંપણોની ધારથી પાછો બળું,
કોઈના પર મન કદી લાદયું નથી;
એ રીતે સરકી જઈશ હળવેકથી,
માનશે સૌ કોઈ અહીં આવ્યું નથી.
0 comments
Leave comment