57 - ખોટું ગવાયો / હરિશ્ચન્દ્ર જોશી
જરા જેટલી વાતમાં ગૂંચવાયો.
અકળ વિશ્વના કોકડે હું ફસાયો.
બધું યે ત્યજી આમ ચાલી નીકળવું,
પરંતુ અહીંથી ન ડગલું જવાયો;
પ્રખર તાપમાં ના મળ્યો કોઈ પાલવ,
રહ્યો એક છોરો સદા હું નમાયો;
મને માપસર વેતરું એમ જાણી,
મૂકી સ્હેજ કાતર ને આડું કપાયો;
બની ક્યાં શક્યો એક સૂરેય સાચો,
ગવાયો છું જયારેય ખોટું ગવાયો.
0 comments
Leave comment