60 - કોઈ / હરિશ્ચન્દ્ર જોશી


ભીનાશ એમ ક્યાં સદાય સંઘરે કોઈ.
નીચોવી પાંપણોને આંખ સૂકવે કોઈ.

બચો તે કઈ રીતે આ હેરફેરથી ?
નસીબ કોઈનું અહીં તો ભોગવે કોઈ;

પાસો દડે સમયના હાથથી કઈ તરફ ?
તકિયે ઊભું છે કોઈ, ઊભું પાંગતે કોઈ;

મિત્રોની મહેરબાની મને બે રીતે મળી,
ઝખ્મો ધરે છે કોઈ અને રૂઝવે કોઈ;

ખુલ્લાં ફટાક બારણાં મૂક્યાં હરીશ, મેં,
રસ્તાની ધાર છે તો કદીક આવશે કોઈ.


0 comments


Leave comment