38 - ભજનોમાં બંસરીનો પ્રકાર / ભજનમીમાંસા / ડૉ. નિરંજન રાજ્યગુરુ
આપણા ભજનસાહિત્યમાં ભજનોના અનેક પ્રકાર જોવા મળે છે. પદ, આરાધ, કટારી, પ્રભાતી, આગમ, આંબો, સાવળ.... વગેરે અનેક પ્રકારના ભજન પ્રકારોમાં બંસરી નામે પણ એક ભજનપ્રકાર જોવા મળે છે. આમ તો ભજનની ટેકપંક્તિના શબ્દો પરથી આ ભજનને બંસરી એવું નામ અપાયું હોય એમ દેખાઈ આવે છે.
'દાસી જીવણ'નાં ભજનોના સંશોધન/અધ્યયન અર્થે નડિયાદની શ્રી ડાહીલક્ષ્મી લાયબ્રેરીની મુલાકાત લેવાનું થયું હતું ત્યારે કેટલીક હસ્તપ્રતો તપાસેલી. એમાંથી એક 'સંધ્યા-આરતી-પદ' વગેરેનો સંગ્રહ ધરાવતી ૧૦૫/૧૧/૩ નંબર ધરાવતી હસ્તપ્રત જેમાં લખ્યા સાલ કે લખનાર વિષે કશી માહિતી મળતી નથી, તેમાંથી બંસરી નામે ઓળખાવાયેલી છ રચનાઓ મળી આવી.
મીઠો, કબીર, મોહન, મોરાર, ત્રિકમ અને નરસિંહ મહેતાની આ કૃતિઓ આપણા ભજનસાહિત્યમાં અજાણી તો નથી છતાં કંઈક વિસરાઈ ગયેલા એ પ્રકાર વિષે એ બહાને થોડું વિચારવાનું થયું.
આપણે ત્યાં ભજનસાહિત્યમાં એક વસ્તુ બધાયે ભજનિક સંત-કવિઓમાં જોવા મળે છે જે છે લાગણી અને વિચારોની સમાનતા. ભલે શબ્દો જુદા હોય પણ ભાવ તો એક જ રહેવાનો... પરમાત્મા પ્રત્યેની તીવ્ર આરતનો-ઝંખનાનો....
સગુણ ઉપાસના કે નિર્ગુણ ઉપાસના એવા ભેદ પાડ્યા વિના આપણા ભજનિકોએ બેઉ ચીલા પર પોતાનું ગાડું રોડાવ્યું છે. એટલે એની મૂલવણી સમગ્ર કર્તુત્વશક્તિ ઉપર થઈ શકે અને એ મૂલવણી જ યોગું ગણાય....
નાદબ્રહ્મ-શબ્દબ્રહ્મની ઉપાસના આપણા સંતોનું આગવું લક્ષણ છે. અને બંસરી.... એ તો નાદબ્રહ્મની ઉપાસનાનું પ્રતીક....
યોગની પરિભાષામાં જે ધ્વનિને 'અનાહત નાદ' કહેવામાં આવે છે તેણે આપણા સંતોએ 'બંસરી'ના નામે ઓળખાવ્યો છે.
પરમાત્મા પિયુની બંસરી (મોરલી) વેરણ બનીને ભક્તને તીવ્ર અનુરાગ ઉત્પન્ન કરાવી વિરહાતુર બનાવે છે. પાગલ બનાવી દે છે. એનું વર્ણન આપણને આ 'બંસરી' રચનાઓમાં જોવા મળે છે. તો યોગમાર્ગના પ્રવાસીઓની થતી દિવ્ય અનુભૂતિઓનું સૂક્ષ્માતિસૂક્ષ્મ દર્શન પણ આ 'બંસરી' રચનાઓ કરાવે છે.
ગુજરાતી ભાષા - સાહિત્યના સંશોધકો-અભ્યાસીઓ અને વિદ્વાનો આપણા આ અતિપ્રચલિત કાવ્યપ્રકાર વિષે વિચારણા અને સંશોધન કાર્ય શરુ કરશે તો એવી કેટલીક રચનાઓ મળી આવશે જે અત્યાર સુધી કાળના અગોચર ખૂણામાં સંતાયેલી -દટાયેલી પડી રહી છે. કદાચ કોઈ સંશોધક આ વિષયને સ્વતંત્ર વિષય તરીકે સ્વીકારી પોતાનું સંશોધનપત્ર પણ બનાવી શકે એટલા વિપુલ પ્રમાણમાં 'બંસરી' રચનાઓ મળી આવવા સંભવ છે. કારણ કે ગુજરાતના લગભગ દરેક ભક્તકવિઓએ સંતપરંપરા પ્રમાણે એકાદ બંસરી રચનાનો પ્રયોગ તો જરૂર કર્યો છે જ...
આમ, તો બંસરી રચનાઓ એ ભજનસાહિત્યનો કોઈ સાવ સ્વતંત્ર કહી શકાય એવો ભિન્ન પ્રકાર નથી, પરંતુ જે ભજનોમાં બંસરીને કેન્દ્રસ્થાને રાખીને પ્રેમલક્ષણા ભક્તિપ્રણાલી પ્રમાણે, અથવા યોગમાર્ગની અટપટી યૌગિક ક્રિયાઓના આધારરૂપ, બંસરીનો થયો છે તેને આપણે બંસરી રચનાઓ તરીકે સ્વીકારી એ કલામય કૃતિઓને માણવા-નાણવાનો આ નમ્ર પ્રયાસ છે.
અધ્યાત્મચિંતનને માટે ઈશ્વરીય શક્તિનાં જે જે તત્વોની આપણા સંતો-ભક્તોએ ઉપાસના કરી છે તેમાં પોતાના ચિત્તના ઉલ્લાસ માટે સુંદર અને રમણીયને રજૂ કરવા એમને પ્રતીકનો આશ્રય લીધો છે. સાહિત્યજગતમાં માત્ર પ્રતીક જ એવું સાધન છે જે એક જ શબ્દથી સમસ્ત વાતાવરણની સૃષ્ટિ ખડી કરી આપે છે. પ્રતિકાત્મક શૈલીમાં આપણા સંતકવિઓએ ક્યાંક ક્યાંક અદભુત રહસ્યાત્મક ઉક્તિઓથી ભાવકને ચમત્કૃત કર્યા છે તો ક્યાંક ક્યાંક સાવ સહજ સરળ બાનીમાં પોતાની અનુભૂતિને એવી નિર્દંભ અને નિર્ભેળ રીતે અભિવ્યક્ત કરી છે કે ક્યાંય એમાં દુર્બોધતા ન આવી જાય.
આપણે જોઈ શકીએ છીએ કે બંસરી રચનાઓમાં એ બંને પ્રકારનાં લક્ષણો ધરાવતી વિવિધ રચનાઓ મળી આવી છે, હઠયોગ પરક રુપાત્મક પ્રતીક, અવળવાણી અને ગુહ્ય સાધનાની ગૂઢ ભાષાનું માધ્યમ પણ તેમાં જોવા મળે છે. એને જાણી શકવા અધિકારી ભાવક જ સમર્થ બની રહે છે. અધિકાર ન ધરાવનારને માટે એ દિવ્યજ્ઞાન સાવ વ્યર્થ જ છે. આમે આપણા સાધકસંતો પોતાના પ્રત્યેક શબ્દને અત્યંત પવિત્ર અને પારસમણી જેવા મૂલ્યવાન માનતા હોય છે. શબ્દ બ્રહ્મની ઉપાસના કરનારા આપણા સંતોએ એ જ કારણે કેટલીયે વાર કોઈક વિરલા જ જાણી શકે કે સમજી શકે એવી ચમત્કૃતિપૂર્ણ પ્રતીકાત્મક શૈલીમાં પોતાના એ નિજી જ્ઞાનને વહાવ્યું છે. 'વચન કોઈ સંત જ વિરલા જાણે, શબદ કોઈ હરિજન હીરલા જાણે...' એમ આપણા ભજનોમાં કહેવાયું છે એ અમસ્તું જ નહીં...
એ જ પ્રમાણે પરમાત્માના ચિર મિલનને માટે ઉત્સુક સંતોએ પોતાનાં ભજનોમાં ભક્તિના શરણાગતિ ભાવ સાથે બ્રહ્મ સાથેના પ્રણયભાવ પર આશ્રિત દામ્પત્ય સંબંધની અભિવ્યક્તિ પણ ઠેકઠેકાણે કરી છે. પ્યારા પુરુષોત્તમની બંસરીએ કરેલા કામણનો ઉલ્લેખ કરીને સંતોએ એ ધ્વનિનો પ્રભાવ આ પૃથ્વી ઉપર વિલસ્યો છે તેની વાત કહી છે. સાવ સહજ, સરળ વાણીમાં પોતાની પરમાત્મા પ્રત્યેની ઝંખના, આરત અને આસક્તિ એમણે રજૂ કરી છે.
જેવી રચનાઓમાં આપણને એ દિવ્ય પ્રેમસંબંધનો ઉત્કટ ભાવ જોવા મળે છે. ક્યાંક ક્યાંક તો મોરલી-વાંસળી રાધિકાને અને ગોપીઓને શોક્ય જેવી લાગવા માંડે છે. તે વેરણ બનીને જ્યારે ભક્તહૃદયને વેડે છે ત્યારે એનાં દુઃખ અસહ્ય બની જાય છે - વાંસળી બનાવનાર કારીગર પણ અળખામણો બની જાય છે. ગોપીની નજરે.....
ગોપીને દુઃખ એ વાતનું છે કે મારે જ આંગણે, મેં વાસ વાવેલો, મન લગાડીને જળસિંચન કર્યું હતું એને આ કામણગારા કાનુડે વેડી નાખ્યો, એના કટકા કર્યા, એના પર છેદ પડાવ્યા ને પોતાના અધરો ઉપર ધરી ત્યાં તો એ મારી જ વેરણ બની ગઈ !
ને બંસરીનાં નાદે માત્ર ગોપીઓ જ ભાન ભૂલી જતી નથી હો... એનું કામણ તો ચૌદે ભુવનમાં વ્યાપી રહે છે. સ્થળચર, જળચર, વિહંગ, ખગ, મૃગ, સૂર, મુનિ, ધીર... બધા મોહ પામીને સાનભાન ભૂલી દે છે. અરે, પવન વહેતો અટકી જાય છે, જમુનાનાં નીર થંભી જાય છે એવો એનો પ્રભાવ પ્રસરી ગયો છે, તો બ્રહ્મ, મહેશ્વર, દેવો, અપ્સરાઓ તો ક્યાંથી એના કામણમાંથી છટકી શકે ?
લોકલાજ તર્જીને વ્રજાંગના પોતાનો ઘરસંસાર ભૂલી પ્રીતમપ્યારાને મળવા માટેની ઝંખનામાં વિહવળ બનીને દોડી જાય છે ત્યારે એને પોતાના શરીરનું પણ ભાન રહેતું નથી - આંખનું કાજળ ગાલે ઘસ્યું ને નેપૂર પેર્યું કંઠે' જેવી હાલત છે એની... મોરલીની આ મત્ત મોહિનીમાં ગાય દોહતાં સાડી ભીંજાય છે એનો ખ્યાલ નથી. વાછરડાને બાંધવા જતાં પોતાનું જ બાળક બંધાઈ જાય છે, છાશમાં પાણી નાંખવાને બદલે દૂધમાં પાણી નાંખી ડે છે, દળણું દળતી વખતે ભાન રહેતું નથી કે લોટ તો બધો કૂતરા ખાઈ જાય છે....
આવી છે આ બંસરીની એ માયા.... ને એ માયાને આપણા સંતો-ભક્તોએ પોતાની રચનાઓમાં ઘણું અગત્યનું સ્થાન આપ્યું છે.
શ્રીમદ્ ભાગવતમાં કૃષ્ણની વાંસળી કે મોરલીને માટે સર્વત્ર 'વેણુ' શબ્દ પ્રયોજાયો છે. ભરતનાં નાટ્યશાસ્ત્ર અને અમરસિંહનાં અમરકોશમાં પણ વાદ્યનાં રૂપમાં વેણુ અથવા વંશ શબ્દનો ઉલ્લેખ છે, પણ મોરલી કે બંસરી શબ્દનો ઉલ્લેખ ત્યારે મળતો નથી એટલે એવું અનુમાન કરી શકાય કે એ પછીના સાહિત્યમાં જ એનો પ્રયોગ થયો હશે જે કારણે કૃષ્ણભક્ત કવિઓએ પોતાની રચનાઓમાં આ શબ્દો અપનાવ્યા....
વેણુ શબ્દ ભાગવતમાં બધે જ પુલ્લિંગમાં પ્રયુક્ત થયો છે, પરંતુ શ્રીકૃષ્ણનાં અધરામૃત પાન વગેરે કાર્યોમાં સ્ત્રીયોચિત્ત સપત્ની ભાવ વિશેષ દેખાય છે એ જ કારણે કદાચ સંપ્રદાયિક અને અન્ય કૃષ્ણભક્ત કવિઓએ બંસરી, મોરલી, બંસી, વાંસળી વગેરે સ્ત્રીલિંગ શબ્દો પ્રયોજીને એ પ્રત્યે સપત્નીભાવ વ્યક્ત કર્યો છે.
ભાગવતમાં કૃષ્ણની વેણુ અથવા મોરલીનું બે અધ્યાયોમાં વર્ણન છે. એમાં લૌકિક દૃષ્ટિએ વાંસળીના ત્રિલોકને મોહ પમાડનારા સૂર સમસ્ત જડચેતન જગતને વશીભૂત કરવામાં સમર્થ છે, એટલે જ વ્રજની ગોપીઓ ઘેલી બનીને પાછળપાછળ દોડી આવે છે. બંસરી એના હૃદયમાં કામપીડા ઉત્પન્ન કરી દે છે. એવી મોરલીની દિવ્ય અસરનું સુંદર આલેખન થયું છે તો ગૂઢાતિગૂઢ ભાવોને મોરલીના પ્રતીક દ્વારા પોતાના ભજનોમાં રજૂ કરનારા સંતોએ પ્રતીકાત્મક ભાષા દ્વારા નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની આરાધના પણ કરી છે, યૌગિક પરિભાષાનો વિનિયોગ કરીને જે બંસરી રચનાઓ સર્જાઈ છે તેમાં કુંડલિની યોગ, લયયોગ, હઠયોગની સાધનાઓ વિશે અને નાદબ્રહ્મની શબ્દબ્રહ્મની ઉપાસના પ્રણાલી વિશે પરંપરાથી ચાલી આવતી ગૂઢ શૈલીમાં આલેખન થયું છે. કુંડલિની શક્તિ દ્વારા ષટચક્રભેદન કરી પોતાની સુરતામાં એ અનાહત બ્રહ્મનાદ પ્રત્યે અનુરાગ કરવાથી જે અનહદ આનંદની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન આપણને આ રચનામાંથી મળી આવે છે. પરંતુ ઈગલા-પિંગલા સુખમણાનાડી, દશમો દ્વાર, બંકનાળ, નૂરતસૂરત, અનહદવાજાં, ઉલટા પવન, ઝગમગ જ્યોતિ, ઓહંસોહં... વગેરે હઠયોગપરક ગૂઢ શબ્દાવલી સામાન્ય વાચકગણને દુર્બોધ બની જાય છે. એ તો એ એ રંગમાં રંગાઈ ગયેલા 'સુગરા'નું કામ છે એ સમજવાનું - જાણવાનું - માણવાનું....
આપણી ભીતરમાં પોતાની મેળે જ નિરંતર દિવ્ય સંગીત બજતું રહે છે.. પરંતુ આપણે તે સાંભળી શકતા નથી - એ અનહદ નાદ - અનાહદ નાદ માત્ર ગુરુકૃપાએ જ જ્યારે દુબધ્યા(દુર્બુદ્ધિ)નો નાશ થાય છે ત્યારે જ સાંભળી શકાય છે. જ્યારે સતગુરુ શબદુનાં બાણથી માહ્યલાને મારે છે ત્યારે ભીતર અજવાળું થાય છે અને દિવ્ય સંગીતની હેલીમાં સાધક મસ્ત બને છે એવા સનાતન સત્યનું આલેખન આપણને આ બંસરી રચનાઓમાંથી મળી આવે છે.

'લોચનિયે લોભાણી રે
હું તો તારી વાતડિયે વેચાણી રે
હો માવા તારી મોરલી રે જી.....'

'કયો રે કબાડી તુંને કાપીને લાવ્યો,
ક્યે રે સુથારે સંવારી
શરીર તારું સંઘાડે ચડાવી,
તારા પંડમાં છેદ પડાવી;
કાનુડા તારી મોરલી અમને,
દુઃખડા દીએ છે દાડીદાડી.'

0 comments
Leave comment