61 - રોજ રોજ / હરિશ્ચન્દ્ર જોશી


રોજ રોજ કરગરવા જેવું.
જીવતર છે ક્યાં ધરવા જેવું ?

વ્હેંત એકના રસ્તા ઉપર,
ખાલી ખાલી ફરવા જેવું;

નીપજે ના આકાર કશોયે,
ચાકે ઠાલું ચડવા જેવું;

સૌએ સૌના ઘાવ લઈને,
અમથું ટોળે વળવા જેવું;

આખરમાં તો કાંઈ રહ્યું નહીં,
સગપણ ખિસ્સે ભરવા જેવું;

ઇચ્છાઓની લાશ પડી છે,
એક બચ્ચું છે બળવા જેવું.


0 comments


Leave comment