63 - છાતી વચાળે વ્હેણ / હરિશ્ચન્દ્ર જોશી
હરદમ અષાઢી મ્હેર છે.
છાતી વચાળે વ્હેણ છે.
ટહુકાનો તરજુમો કરો !
પંખી સમજવું સ્હેલ છે;
કૂંપળ ફૂટી કે ફૂટશે,
સિંચેલ લીલો વ્હેમ છે;
આંખે જડ્યું ભીનું રતન,
અગણિત સપનના પ્હેલ છે;
ક્ષણની લગોલગ ચાલતાં,
જીવ કેટલું ધ્રૂસ્કેલ છે;
ના હું મને પકડી શકું,
અંતર ફક્ત એક વ્હેંત છું.
0 comments
Leave comment