70 - એક ઇચ્છા ફરી / હરિશ્ચન્દ્ર જોશી


સમયની સાંઢણી આંગણે ઝૂકી હોત.
એક ઇચ્છા ફરી તોરણે ઝૂલી હોત.

હોત ખિસ્સા મહીં લાગણી જેવી ચીજ,
આમ ના જિંદગી ગીરવે મૂકી હોત;

યત્ન મેં ના કર્યો સીંચવા જૂઠો હાથ,
શક્ય છે સ્પર્શની કૂંપળો ફૂટી હોત;

ટેવ છે ચરણને એટલે આવ્યો ઘેર,
આંખ તો બ્હાવરી બારણું ભૂલી હોત;

સાવ સૂના પડ્યા ગામના શેરી-ચોક,
રોજ જ્યાં કેટલી વાયકા છૂટી હોત;


0 comments


Leave comment