73 - લાગણી / હરિશ્ચન્દ્ર જોશી
કોઈ પણ કારણ વિના પીડે મને.
લાગણી, બસ ટેવવશ છીણે મને.
વ્હેંચતી બે ભાગમાં વચ્ચેથી એ,
ને પછીથી દ્વારવત્ ભીડે મને;
સ્હેજ શંકાને ઉમેરે લોહીમાં,
ખૂબ અંદરથી સતત્ ફીણે મને;
સાવ ખિસ્સે ખાલી કંઈ થાવા ન દે,
એક બે સંબંધ એ ધીરે મને.
0 comments
Leave comment