81 - મ્હેકનો દીવો બળે / હરિશ્ચન્દ્ર જોશી
પાંદડીની હૂંફની વચ્ચે કૂખ સચવાઈ હશે.
ફૂલને પ્રસવી વસંતલ ડાળ હરખાઈ હશે.
મંજરીની ગંધ, પંચમ સૂર, રંગોની પ્રભા,
ભોર વાસંતી ધરા પર સ્હેજ ઝલકાઈ હશે;
કૂંપળે સંકોચ, ઝૂકી ડાળ, મૂળ લગ શેરડો,
ગુલમહોરી અડપલાંથી વેલ શરમાઈ હશે;
બંધ ઘરને ખોલતાં સુગંધની ચિઠ્ઠી મળી,
રાહ મારી કોઈ ફળિયે જૂઈ કરમાઈ હશે;
ફૂલના આસવ-સુરાહી, ફૂલની તાસક ફરે,
સાંજ ઢળતાં ફૂલની પ્યાલીઓ ટકરાઈ હશે;
પાંદડી મીચી લઈને ફૂલ નિંદરમાં સરે,
મ્હેકનો દીવો બળે છે રાત સરજાઈ હશે.
0 comments
Leave comment