2 - જે ઉકેલે છે પવનની વાતને / ઉર્વીશ વસાવડા
જે ઉકેલે છે પવનની વાતને,
એય ક્યાં સમજે છે ઝંઝાવાતને.
શું વીતે છે આભ પર કોને ખબર ?
સૌ નીહાળે માત્ર ઉલ્કાપાતને.
આયનો તૂટી ગયો છે જ્યારથી,
એકઠી કરતો ફરું છું જાતને.
કર ગ્રહણ પથ્થર વિચારીને પછી,
જન્મ દે આઘાત પ્રત્યાઘાતને.
દુન્યવી ખુશ્બૂની પાછળ દોડ મા,
યત્ન કર ને શોધ પારિજાતને.
0 comments
Leave comment