3 - આભ વાદળની રમત ચોમાસું / ઉર્વીશ વસાવડા


આભ વાદળની રમત ચોમાસું,
હોય ના ક્યાંય સતત ચોમાસું.

જાત ઢાંકે ન તું છત્રીમાં જો,
તારી રગરગમાં ભળત ચોમાસું.

હું હોત વૃક્ષ જો માણસ બદલે,
તો હુંયે માણી શકત ચોમાસું.

તું ભીનો સ્પર્શ મને આપી જો,
હું કરું તુજને પરત ચોમાસું.

પત્ર તુજને લખ્યો છે શ્રાવણમાં,
ઘરમાં મઘમઘશે તરત ચોમાસું.


0 comments


Leave comment