7 - રેત શીશી હાથમાં રાખી જુઓ / ઉર્વીશ વસાવડા


રેત શીશી હાથમાં રાખી જુઓ,
ને સમયનાં બંધનો કાપી જુઓ.

ઓસ ઓઢી રાત સૂતી છે અહીં,
ત્યાં તમે સૂરજને પ્રગટાવી જુઓ.

કોઈને ચહેરો નથી આ શહેરમાં,
કોકને દર્પણ તો દેખાડી જુઓ.

મિત્રતા જંગલ છે સૂક્કા ઘાસનું,
શકની ચિનગારી તમે ચાંપી જુઓ.

શક્ય છે એનોય પણ પડઘો પડે,
એક હાથે તાલી તો પાડી જુઓ.


0 comments


Leave comment