42 - સતી નીરલબાઈ-લીરલબાઈ અને સતી તોરલ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


સતી નીરલબાઈ/લીરલબાઈ :
       લોકકંઠે ભજનિકોમાં લીરલબાઈ અને નીરલબાઈને નામે ઓળખાતાં આ સંત કવિયત્રી જૂનાગઢ પાસેના મજેવડી ગામના લુહાર ભક્ત દેવતણખીનાં પુત્રી હતાં. દેવાયત પંડિતનું અભિમાન ઉતારીને પછી તેમની શિષ્યા થનાર આ સ્ત્રી સંતની કેટલીક ભજન રચનાઓ ખૂબ જ લોકપ્રિય છે.

સતી તોરલ :
       કચ્છ-અંજારનાં કાળઝાળ લૂંટારા જેસલ જાડેજાને ‘પીર’ કે ‘સંત’ બનાવનાર આ સંત કવયિત્રીની ઘણી ભજન રચનાઓ અત્યંત લોકદાર પામી છે. જેમાં ‘જેસલ કરી લે વિચાર....’, ‘જાડેજા રે, તાર રે તંબૂરો સતીના હાથમાં....’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા....’ વગેરે મુખ્ય છે.

***********

      સંસારમાં રહીને સત્સંગ દ્વારા તન-મનની શુદ્ધિ કરતાં રહીને, અનેક વિસંવાદોથી ભરેલા માનવજીવનમાં તપ, ત્યાગ અને વૈરાગ્ય દ્વારા અભયભાવ કેળવીને બ્રહ્મસાક્ષાત્કાર સુધી પહોંચનારા આ સંત-કવયિત્રીઓએ મહાપંથનાં તમામ આદર્શરૂપ સિદ્ધાંતોને આ વાણીમાં વણી લીધાં છે.

      મહાપંથની સાધનાના સ્વરૂપ સિદ્ધાંતો અને સંતકવયિત્રીઓના જીવન-કવનનાં એક આછા પરિચયથી પણ એ મુદ્દો સ્પષ્ટ થાય છે કે સ્ત્રી-પુરુષનું ખરું અદ્વૈત ઉપદેશીને નહીં પણ સાધનામાં વણી લઈને, એનો વિનિયોગ જીવનમાં કરીને વ્યાપક જનસમુદાય સમક્ષ બહુ મોટો પ્રભાવ પાડી જનારો આ મહાપંથ આવી આવી વિશિષ્ટતાઓને કારણે આપણા અભ્યાસનો વિષય બની રહે છે.


0 comments


Leave comment