3 - સ્વાગત / વહાલ વાવી જોઈએ / ભગવતીકુમાર શર્મા


      સુરતનાં યુવા ગઝલકાર શ્રી ગૌરાંગ ઠાકર હવે તો ગુજરાતી ગઝલનો અત્યંત તાજગીસભર અને સૌનું ધ્યાન ખેંચતો અવાજ સિદ્ધ થઇ ચૂક્યો છે. સન. ૨૦૦૬માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “મારા હિસ્સાનો સૂરજ” પ્રગટ થયો અને તરત જ તેની ગઝલ રસિકોએ તથા ગઝલ જ્ઞાતાઓએ નોંધ લીધી. એ સંગ્રહ કેટલાંક સન્માનોથી વિભૂષિત પણ થયો. તેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને સુરતના વરિષ્ઠ ગઝલકાર સ્વ. મનહરલાલ ચોકસીની સ્મૃતિમાં અપાતો “મનહરલાલ ચોકસી પુરસ્કાર” પ્રાપ્ત થયો. તે પછી પણ ગૌરાંગભાઈએ ગઝલ ક્ષેત્રે ગતિ-પ્રગતિ દાખવી છે. મુંબઈની વિખ્યાત કલા સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર INT તરફથી યુવા ગઝલકારને પ્રતિવર્ષ અપાતો “શયદા પુરસ્કાર” (૨૦૦૯) પણ તાજેતરમાં પ્રાપ્ત થયો.

      ગૌરાંગભાઈનાં ગઝલસર્જનની વિશેષતાઓ કંઈક આ પ્રમાણે છે : ગઝલનાં માધ્યમ પર તેમની પૂરી પકડ છે. ગઝલ સર્જન પરત્વે તેમની સભર નિષ્ઠા છે અને ગઝલપ્રકારની બધી વિશિષ્ટતાઓને પૂરી સમજણથી નાણીને ગંભીરતાપૂર્વક તેઓ ગઝલસર્જન કરતા રહ્યા છે. ગઝલની ગઝલિયતને સાચવીને પણ તેઓ સતત નવા નવા પ્રયોગો કરવા તત્પર રહે છે. તેમની ગઝલનિષ્ઠાનું વધુ એક અને તાજું સુફળ એ તેમનો નવો ગઝલસંગ્રહ “વહાલ વાવી જોઈએ”. જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવતા ગૌરાંગભાઈનાં એક વધુ પ્રયાણનું ઉમળકાભેર સ્વાગત કરું છું.

ભગવતીકુમાર શર્મા.


0 comments


Leave comment