15 - હોય છે / ગૌરાંગ ઠાકર


જિંદગીભર એ ઉખાણું હોય છે,
કેવી રીતે જીવવાનું હોય છે ?

જે રીતે અહીયાં જિવાયું હોય છે,
કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે.

તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

હું ટપાલી છું તમારી મ્હેકનો,
બસ તમારે ખીલવાનું હોય છે.

ઝાંઝવે જાતાં હરણને રોક-મા !
એ જ એનું પાણિયારું હોય છે.

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મુકાયું હોય છે.


0 comments


Leave comment