22 - તડકો પડ્યો / ગૌરાંગ ઠાકર
જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલાં એના પર અહીં તડકો પડ્યો.
દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?
રૂપ તો સાબિત થશે પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડ્યો ?
વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.
પાંખ પીંખાઈ અને પીંછાં ખર્યા,
ક્યાં હવામાં એક પણ ગોબો પડ્યો ?
જળના જાણે શ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હુંય છોભીલો પડ્યો.
શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શહેરમાં ભૂલો પડ્યો.
પહેલાં એના પર અહીં તડકો પડ્યો.
દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?
રૂપ તો સાબિત થશે પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડ્યો ?
વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.
પાંખ પીંખાઈ અને પીંછાં ખર્યા,
ક્યાં હવામાં એક પણ ગોબો પડ્યો ?
જળના જાણે શ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હુંય છોભીલો પડ્યો.
શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શહેરમાં ભૂલો પડ્યો.
0 comments
Leave comment