36 - જો તબલાં પર થાપ પડી છે મુન્ની બેગમ / ઉર્વીશ વસાવડા


જો તબલાં પર થાપ પડી છે મુન્ની બેગમ,
પગ નાચે ને આંખ રડી છે મુન્ની બેગમ.

કંઠ મહીં આલાપ સુકાયો શું કારણ છે ?
કઈ ઠુમરીની લાશ જડી છે મુન્ની બેગમ ?

અધવચ્ચેથી કોણ ઊઠ્યું આ મુજરામાંથી ?
કેવી આ મનહૂસ ઘડી છે છે મુન્ની બેગમ ?

હવે જશે તો અહીંથી કેવળ જશે જનાજો,
અહીંથી ક્યાં બારાત ચડી છે મુન્ની બેગમ ?

તું ઇચ્છે પણ ભજન કદાપિ ગાઈ શકે ના,
કોઠાની આ રસમ નડી છે મુન્ની બેગમ.


0 comments


Leave comment