50 - જેવું નથી / ગૌરાંગ ઠાકર


મન વિનાનું જીવવા જેવું નથી,
પણ બધે મન રાખવા જેવું નથી.

બસ, તમારું આગમન અવસર થશે,
આંગણે છો, માંડવા જેવું નથી.

સૂર્યને સન્માન આપી દઈએ પણ,
તડકાને તાબે થવા જેવું નથી.

માત્ર તું દરિયે જવાની વાત કર,
તન ભલેને ખારવા જેવું નથી.

કમસેકમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.


0 comments


Leave comment