14 - ઝબકે જાત વિચારી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


ઝબકે જાત વિચારી !
મળવામાં તો આભ મળ્યું
       પણ.. અસર પડી ક્યાં ધારી ?

ઝાકળ સીધું ઝીલે પાંદડાં, અડે ન છાંટો મૂળને,
અહીં અંગનું ભાન નથી, ત્યાં ક્યાંથી તારું કુળને ?
ક્યાંથી ઊચકું જીર્ણ કાંધ પર
       જગની સાડાબારી !
       ઝબકે જાત વિચારી.

એ જ અમૂંઝણ અંધ લોહીમાં ફાંસ બનીને ખટકે,
કોણ મને આ સમયપાટ પરડ ડાંગર માફક પટકે ?
કોણ ઘસે છે, મારા સઢ પર,
       એની તેજ કટારી ?
       ઝબકે જાત વિચારી.


0 comments


Leave comment