58 - ગાવાનું થયું / ગૌરાંગ ઠાકર


જ્યારથી આ તમને મળવાનું થયું,
શ્વાસમાં વિશ્વાસ ભરવાનું થયું.

એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.

મારો પરસેવો છે આ, ઝાકળ નથી,
સૂર્ય તારે પણ સમજવાનું થયું.

મધમધીને એટલું જાણી ગયાં,
મ્હેક માટે ફૂલ ખોવાનું થયું.

જ્યાં અમે ડૂસ્કાથી ટહુકામાં ગયાં,
જિંદગીનું ગીત ગાવાનું થયું.


0 comments


Leave comment