10 - માણસની વાર્તા / ઉષા ઉપાધ્યાય


પરપોટાની પીઠ ઉપર ભૈ
    લખ્યું વાંચજો રામ બોલો ભૈ રામ.
આકાશેથી ઊતર્યો જ્યારે
    માન્યું હું આ સકલ સૃષ્ટિનો
બની ગયો સરતાજ!
    હવાના એક ઝપાટે રામ બોલો ભૈ રામ.

ઊંચા ઊંચા મહલ બનાયા
    બીચ બીચ રાખી બારી
માન્યું આવી મળશે ક્હાન
    સમયની એક થપાટે રામ બોલો ભૈ રામ.

અહો! નાચતા પરપોટાને
    લેશ નહીં કૈં ભાન કે ઊભો
સમય પીઠ પર ખંજર તાકી
    કાળના એક પ્રહારે રામ બોલો ભૈ રામ.

પરપોટાની પીઠ ઉપર ભૈ
    લખ્યું વાંચજો
        લખ્યું વાંચજો
            લખ્યું વાંચજો....

    રામ બોલો ભૈ રામ.


0 comments


Leave comment