7 - જખ બોંતેરા / વસંત જોષી
સામટા હણહણે છે
બોંતેર અશ્વો
મારી આસપાર
ઘરઘરાટમાં ઊડે છે
થાકેલા અશ્વોના ફીણગોટા
કેટલું અંતર કાપીને આવ્યા હશે ?
ધવલ
ફલેમીંગો જેવા
જાણે દેવતાઈ દૂત
તીરકામઠાંને બદલે બંદૂકો હશે
તેના ખભે
અટક્યાં અહીં
ખબર નથી આગળ જવાની
ટેકરી ચડ્યાં પછી ઊતરાતું નથી
શ્રદ્ધામાં કેદ
ગોઠવાઈ ગયા છે
હારબંધ
થાકેલા ધવલ
બોંતેરા
સપ્ટેમ્બર ૧૯૯૪
0 comments
Leave comment